loader
Back to Homepage
ઊર્જાન્વિત રુદ્રાક્ષ વિના મૂલ્યે ઘર પર મેળવો
"રુદ્રાક્ષ" શબ્દનો શાબ્દિક અર્થ થાય છે "શિવજીનાં અશ્રુ". રુદ્રાક્ષ દીક્ષામાં મહાશિવરાત્રિએ સદ્‍ગુરુ દ્વારા ઊર્જાન્વિત કરાયેલ રુદ્રાક્ષ મેળવવાનો સમાવેશ થાય છે. રુદ્રાક્ષ દીક્ષા દ્વારા શિવની કૃપા ઘરે લાવો.

રુદ્રાક્ષ દીક્ષા કોણ મેળવી શકે છે?
ઘરના બધા જ લોકો
કોઈ પ્રતિબંધ નથી
રુદ્રાક્ષના લાભ
શારીરિક અને માનસિક સ્થિરતા માટે સહાયક
ધ્યાનમાં સહાયક
આભાનું શુદ્ધિકરણ
નકારાત્મક ઊર્જા સામે રક્ષણ
રજીસ્ટ્રેશન બંધ થઈ ગયા છે
"રુદ્રાક્ષ દીક્ષા એ આદિયોગીની કૃપાની સાથે જોડાવાનું એક શક્તિશાળી સાધન છે."
-સદ્‍ગુરુ
અમે રુદ્રાક્ષ દીક્ષા પેકેજમાં શું મેળવીશું?
રુદ્રાક્ષ
જે તેને પહેરે છે તેને ઘણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ પ્રદાન કરે છે
ઈશા વિભૂતિ
ધ્યાનલિંગની હાજરીમાં પ્રતિષ્ઠિત કરેલી રાખ
અભય સૂત્ર
ખાસ રીતે પ્રતિષ્ઠિત કરાયેલો દોરો, વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ પુરી કરવામાં અને ભય દૂર કરવામાં સહાયક
આદિયોગીની છબી
એક શક્તિશાળી પ્રેરણા જે માનવતાને યાદ અપાવે છે કે "દરેક સમસ્યાનું સમાધાન આપણી અંદર જ છે."
આ દરેકનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન આ અર્પણની સાથે જ મોકલવામાં આવશે. તમે તેને અહીં ડાઉનલોડ પણ કરી શકો છો.
રુદ્રાક્ષની પૌરાણિક કથા
રુદ્ર એટલે શિવ, અક્ષનો અર્થ થાય અશ્રુ. રુદ્રાક્ષ શિવના અશ્રુ છે. દંતકથા પ્રમાણે એકવાર, શિવ લાંબા સમય માટે ધ્યાનમાં બેઠા હતા. તેમનો પરમાનંદ એવો હતો કે તેઓ એકદમ સ્થિર થઈ ગયા. એવું લાગતું હતું કે તેઓ શ્વાસ પણ લઈ રહ્યા નહોતા, અને બધાને લાગ્યું કે તે મૃત્યુ પામ્યા છે. ત્યાં જીવનની ફક્ત એક જ નિશાની હતી - તેમની આંખોમાંથી સરતા પરમાનંદના અશ્રુ. આ અશ્રુ પૃથ્વી પર પડ્યા અને રુદ્રાક્ષ બની ગયા, "શિવના અશ્રુ."
રુદ્રાક્ષ દીક્ષા શેર કરો
તમારા કુટુંબીજનો અને મિત્રોને આ અવસર આપી તેઓના જીવનમાં આધ્યાત્મિકતાનું એક ટીંપું લાવો.
ઉમંગથી ભરપૂર ઈશા મહાશિવરાત્રિ 2024 સમારોહમાં ભાગ લેવાનું ચૂકશો નહીં
8 March 2024
સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી
વારંવાર પૂછાતા પ્રશ્નો