મહાશિવરાત્રી નજીક આવી રહી છે એટલે, સદ્ગુરુ ઈચ્છે છે કે સૌ કોઈ આદિયોગીની કૃપા મેળવવા સક્ષમ હોવા જોઈએ ભલે તેઓ ગમે ત્યાં હોય. આદિયોગીની કૃપામાં રહેવાનો એક માર્ગ છે રુદ્રાક્ષ દીક્ષા પ્રાપ્ત કરવી, જે વિવિધ સાધનો અને ખાસ રીતે રચાયેલી સાધનાનો ઉપયોગ કરીને વધુ જાગરૂક અને કૃપા માટે ઉપલબ્ધ બનવાની એક શક્તિશાળી રીત છે. રુદ્રાક્ષ દીક્ષા એ તમારા શરીર, મન અને ઊર્જાને શિવજીના પરમાનંદના આંસુમાં ભીંજાવવાની તક છે!
તમે https://mahashivarathri.org/en/rudraksha-diksha પર ઑનલાઇન રજીસ્ટર કરાવી શકો છો
અમે વોટ્સએપ અને મિસ્ડ-કોલ દ્વારા રજીસ્ટ્રેશન ચાલુ કરવાની પ્રક્રિયામાં છીએ. વધુ માહિતી આ વેબસાઇટ પર જલ્દી ઉપલબ્ધ થશે. તમે રુદ્રાક્ષ દીક્ષા તમારા મિત્ર કે કુટુંબના સભ્ય સાથે વહેંચી પણ શકો છો.
ના. રુદ્રાક્ષ દીક્ષા વિના મૂલ્યે આપવામાં આવે છે. તે તમારા ઘરે પણ વિના મૂલ્યે મોકલવામાં આવશે. તે સદ્ગુરુ દ્વારા અદિયોગીની કૃપા મેળવવા માટે એક સાધન રૂપે ભેટ આપવામાં આવે છે.
10 લાખથી વધુ ખાસ રીતે પ્રાણ પ્રતિષ્ઠિત કરેલા રુદ્રાક્ષના મણકા વિશ્વભરમાં વિના મૂલ્યે વહેંચવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, સાથે બીજી સામગ્રી પણ ભેટ કરવામાં આવશે જે એક સાધકને સાધનામાં મદદરૂપ થાય.
તમારાથી બની શકે તેટલું દાન કરી, રુદ્રાક્ષ દીક્ષાના માધ્યમ થકી બધા સુધી આધ્યાત્મિકતાનું ઓછામાં ઓછું એક ટીંપું પહોચાડવા માટે અમે તમને આમંત્રિત કરીએ છીએ.
તમારી રુદ્રાક્ષ દીક્ષાના ભાગ રૂપે, તમારે ફક્ત એક જ રુદ્રાક્ષની જરૂર છે. જો કે, દરેક રજીસ્ટ્રેશન દીઠ તમને 2 રુદ્રાક્ષ મળશે. બીજો રુદ્રાક્ષ તમે તમારા મિત્ર અથવા પરિવારજનોને આપી શકો છો.
ચોક્કસપણે. તમે ઈચ્છો તેટલા લોકોને રુદ્રાક્ષ દીક્ષા મેળવવાની સંભાવના આપી શકો છો, અને તેમના જીવનમાં એક ટીંપું આધ્યાત્મિકતાનું લાવી શકો છો.
તમે રુદ્રાક્ષ સેવા માટે પણ રજીસ્ટર કરી શકો છો જે સૌને રુદ્રાક્ષ દીક્ષા આપવામાં સહાયક થવાની તક છે. માહિતી ટૂંક સમયમાં આ વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ જશે.
હા. આ પહેલી જ વાર છે કે સદ્ગુરુએ રુદ્રાક્ષ દીક્ષા મેળવવાની શક્યતા ખુલ્લી મૂકી છે. તેમાં રુદ્રાક્ષની સાથે સાથે વિભૂતિ, અભય સૂત્ર અને આદિયોગીનો એક ફોટો મેળવવાનો પણ સમાવેશ થાય છે.
મહાશિવરાત્રી દરમિયાન લાખો ભક્તોને રુદ્રાક્ષ દીક્ષા આપવામાં આવે છે. લોકોની મોટી સંખ્યાને ધ્યાનમાં લેતા તમારા પેકેજને મોકલવામાં થોડા મહિના લાગી શકે છે.
અમે તમારો સહકાર અને સમજણની માંગ કરીએ છીએ. મહેરબાની કરીને નોંધ કરો કે પેકેજ ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
હા. જ્યારે તે રવાના થાય તમને એક SMS આવશે. તેના પછી, તમે તમારૂ રુદ્રાક્ષ દીક્ષા પેકેજ અહીં ટ્રેક કરી શકો છો. isha.sadhguru.org/mahashivratri
ભારતમાં રહેતા લોકો રુદ્રાક્ષ દીક્ષાના રજીસ્ટ્રેશન અથવા પેકેજની ડિલિવરી સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં rudrakshadiksha.support@mahashivarathri.org પર અમારો સંપર્ક કરી શકે છે.
દાન સંબંધિત પ્રશ્નો માટે, તમે rudraksha.donations@mahashivarathri.org. પર લખી શકો છો.
રવાના કરતાં પહેલા અર્પણની બધી જ સામગ્રી સંપૂર્ણપણે ચકાસવામાં આવે છે. જોકે, પરિવહનમાં અવ્યવસ્થિત હેંડલિંગના કારણે જો રુદ્રાક્ષના મણકાને કોઈ નુકસાન થયું છે, તોમહેરબાની કરીને તેનો ઉપયોગ ના કરશો. મહેરબાની કરીને અમારા સંપર્કમાં આવો.
જો તમારું રુદ્રાક્ષ દીક્ષા પેકેજને નુકસાન થયેલું છે, તો મહેરબાની કરીને અમને સંપર્ક કરો અને અમે તમને મદદ કરીશું. જો તમે કોઈ કારણે તેને પાછું મોકલવાનું કે ના વાપરવાનું વિચારતા હોવ, તો મહેરબાની કરીને તેને અમારા સુધી પાછું મોકલાવો.
રજીસ્ટ્રેશનને લગતી કે વિતરણને લગતી સમસ્યાઓ માટે જે લોકો ભારતમાં છે તેઓ અમને rudrakshadiksha.support@mahashivarathri.org પર સંપર્ક કરી શકે છે.
હા, તમે પહેરી શકો છો. તમે આને બીજા રુદ્રાક્ષની સાથે પહેરી શકો છો.
પાછલા વર્ષોમાં આપવામાં આવેલા રુદ્રાક્ષ અમુક સમયગાળા માટે આદિયોગીના આભૂષણ બન્યાં હતાં.
રુદ્રાક્ષ દીક્ષાના ભાગ રૂપે જે રુદ્રાક્ષ મોકલવામાં આવી રહ્યાં છે તે મહાશિવરાત્રિની રાત્રિએ સદ્ગુરુ દ્વારા ખાસ રીતે પ્રાણ-પ્રતિષ્ઠિત કરવામાં આવશે.
રુદ્રાક્ષ એક વૃક્ષના સૂકાયેલા બીજ છે, વનસ્પતિશાસ્ત્રમાં એલીઓકાર્પસ ગેનીટ્રસ તરીકે ઓળખાય છે, જે મોટા ભાગે દક્ષિણ-પૂર્વ એશિયામાં ખાસ જગ્યાઓએ, મુખ્યત્વે ભારતીય ઉપખંડની ઉપલી હિમાલયન પર્વતમાળા પર ઊગે છે. રુદ્રાક્ષ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે "શિવજીના અશ્રુ".
રુદ્રાક્ષ એ શારીરિક અને માનસિક સ્થિરતા જાળવવામાં ખૂબ મદદરૂપ હોય છે. રુદ્રાક્ષ બ્લડ પ્રેશર ઘટાડવામાં, વ્યક્તિના જ્ઞાનતંતુને શાંત કરવામાં અને ચામડીનું આરોગ્ય સુધારવામાં મદદ કરી શકે છે. રુદ્રાક્ષના કેટલાંક અન્ય ફાયદાઓમાં અંતરજ્ઞાનમાં વૃદ્ધિ, ધ્યાન કરવામાં સહાયતા, આભાનું શુદ્ધિકરણ, અને નકારાત્મક ઊર્જાઓ સામે રક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
ભલે કોઈ વ્યક્તિ જીવનમાં કોઈ પણ સ્તરે હોય, કોઈ પણ ઉંમર, જાતિ, શારીરિક સ્થિતિ, પરંપરા, વંશીયતા, ભૌગોલિક કે ધાર્મિક પૃષ્ઠભૂમિની હોય, અહીં અર્પણ થતું રુદ્રાક્ષ તેઓ પહેરી શકે છે. બાળકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો જ્યારે તેને પહેરે ત્યારે તે ખાસ લાભદાયી બની શકે છે.
રુદ્રાક્ષ હંમેશા તમારા ગળામાં પહેરવું જોઈએ.
જો તમે ઠંડા પાણીએ સ્નાન કરી રહ્યા છો અને કોઈ રસાયણિક સાબુ નથી વાપરી રહ્યા, તો પાણી તેના પર થઈને તમારા શરીર પર વહે તે ખાસ કરીને સારી બાબત છે. પણ જો તમે રાસાયણિક સાબુ અને ગરમ પાણી વાપરી રહ્યા છો, તો તે બરડ થઈ જાય છે અને થોડા સમય પછી તૂટી જશે, તો તેવા સમયે તેને પહેરવાનું ટાળવું તે શ્રેષ્ઠ છે. મહેરબાની કરીને સ્નાન કરતી વખતે રુદ્રાક્ષને કોઈ કપડા પર મૂકો.
હા. રુદ્રાક્ષ દરેક દ્વારા ગમે તે સમયે પહેરી શકાય છે.
જો, કોઈ કારણસર, તમે રુદ્રાક્ષ ન પહેરી શકો, તો તેને સુરક્ષિત રીતે, સુતરાઉ કે રેશમી પ્રાકૃતિક કપડાંમાં લપેટીને મૂકવું જોઈએ. મહેરબાની કરીને તેને કોઈ ધાતુના ડબ્બામાં મુકશો નહીં.
રુદ્રાક્ષને પહેર્યા પહેલા સૌ પ્રથમ કંડીશન કરવું મહત્વનું છે. રુદ્રાક્ષના નવા મણકાને કંડીશન કરવા માટે, તેને 24 કલાક માટે ઘીમાં બોળો અને પછી, તેને બીજા 24 કલાક માટે ચરબી યુક્ત દૂધમાં પલાળો. પાણી વડે ધોઈ અને સ્વચ્છ કપડાં વડે મણકાને લૂછી છો. તેને સાબુ કે અન્ય કોઈ રસાયણિક સફાઈ સામગ્રી વડે ધોશો નહીં. આ પ્રક્રિયા દર છ મહિને કરવી જોઈએ.
તાંબું એ ધાતુ છે જે અમુક ઊર્જા પેદા કરી શકે છે અને ધ્યાનમાં મદદ કરી શકે છે. તેને શરીર સાથે સંપર્કમાં લાવવાથી વ્યક્તિની ઊર્જા પ્રણાલીને મજબૂત અને સ્થિર કરવામાં મદદ કરે છે.
જો તમે રુદ્રાક્ષની કોઈ પણ બાજુએ ગાંઠ મારી રહ્યા હોય, તેને વધુ પડતું ચુસ્ત ના બાંધો તેની કાળજી લેવાવી જ જોઈએ કારણ કે આ રુદ્રાક્ષની અંદરની બાજુમાં તિરાડ પાડી શકે છે. જો દબાણથી અંદરની બાજુ ક્ષીણ થઈ જાય, તો રુદ્રાક્ષ પહેરવું જોઈએ નહીં. અને, રુદ્રાક્ષની સપાટીને કોઈ ધાતુથી ઢાંકો નહીં તેની પણ ખાતરી કરો.
વિભૂત, કે પવિત્ર રાખ, એ શિવ સાથે નજીકથી સંકળાયેલ છે, જે ઘણીવાર માથાથી પગ સુધી રાખ લગાવી હોય એવાં ચિત્રિત કરાય છે, જીવનની નશ્વર પ્રકૃતિના પ્રતિક રૂપે. આધ્યાત્મિક પ્રક્રિયાનું મૂળ એ વ્યક્તિની નશ્વરતાની સમજણ છે; વિભૂતિ તેની સતત યાદ અપાવે છે. ભારતીય સંસ્કૃતિમાં, એક સાધક માટે તે શક્તિશાળી સાધન તરીકે પણ વપરાય છે, કારણ કે જો તેને વ્યવસ્થિત રીતે તૈયાર કરીને શરીર પર લગાવવામાં આવે તો તે વ્યક્તિની ગ્રહણશીલતા વધારે છે, અને સાથે સાથે ઊર્જા સંચારિત કરવા માટે મહત્વના માધ્યમ તરીકે કામ કરે છે.
પરંપરાગત રીતે, યોગીઓ સ્મશાન ભૂમિની રાખ વાપરતા હતા, પણ વિભૂતિ ગાયના છાણાં કે ડાંગરના ભૂસાંમાંથી પણ બનાવી શકાય છે.
ઈશા વિભૂતિએ ધ્યાનલિંગની ઊર્જાને આત્મસાત કરેલી છે, જ્યાં તેને પ્રાણ પ્રતિષ્ઠિત કરવા માટે અમુક સમયગાળા માટે મૂકવામાં આવેલી છે.
પરંપરાગત રીતે, વિભૂતિને અનામિકા આંગળી અને અંગૂઠા વચ્ચે લેવામાં આવે છે અને વ્યક્તિના શરીરના વિવિધ જગ્યાએ લગાડવામાં આવે છે: ભ્રમરોની વચ્ચે જેને આજ્ઞા ચક્ર કહેવાય છે, ગળાના ખાડા પર, જેને વિશુદ્ધિ ચક્ર કહેવાય છે; અને છાતીના મધ્યમાં જ્યાં પાંસળીઓ મળે છે, જેને અનાહત ચક્ર કહેવાય છે.
વિભૂતિને આજ્ઞા ચક્ર પર વ્યક્તિની સ્પષ્ટતામાં વૃદ્ધિ કરવા માટે લગાવવામાં આવે છે; વિશુદ્ધિ પર તમારા જીવનમાં ચોક્કસ રીતે અમુક શક્તિ સ્થાપિત કરવા માટે, અને અનાહત પર પ્રેમ અને ભક્તિનું પરિમાણ તમારા જીવનમાં લાવવા માટે લગાવવામાં આવે છે.
અભય સૂત્ર એ ખાસ રીતે પ્રાણ પ્રતિષ્ઠિત કરાયેળોં દોરો છે જે વ્યક્તિના કાંડા પર બાંધવામાં આવે છે. "અભય"નો શાબ્દિક અર્થ થાય છે "ડર વગરનું" અને એ સૂત્ર વ્યક્તિના ભય દૂર કરવામાં અને તેની મહત્વકાંક્ષાઓ પુરી કરવામાં મદદરૂપ છે.
અભય સૂત્ર સુતરના દોરાથી બનેલું છે.
મહિલાઓએ તેને પોતાના ડાબા કાંડા પર જ પહેરવું જોઈએ, અને પુરુષોએ જમણા કાંડા પર. તે ઓછામાં ઓછા ચાળીસ દિવસ સુધી પહેરાવું જ જોઈએ. તેને ખોલીને અથવા બાળીને દૂર કરી શકાય (મહેરબાની કરીને તેને કાપશો નહીં.) અને ભીની માટીમાં દાટીને અથવા બાળીને તેની રાખને તમારા વિશુદ્ધિથી લઈને અનાહત સુધી લગાવી દો.
"આદિયોગીનું મહત્વ તે છે કે તેમણે માનવીય ચેતનાના વિકાસ માટેની પદ્ધતિઓ પ્રદાન કરેલી છે જે હંમેશા સુસંગત છે."
15,000થી વધુ વર્ષો પહેલા, બધા જ ધર્મોની પહેલા, આદિયોગીએ, સૌ પ્રથમ યોગીએ, તેમના સાત શિષ્યો, સપ્તઋષિને યોગનું વિજ્ઞાન સંચારિત કર્યું. તેમણે 112 રીતો વિસ્તૃત કરી જેના થકી મનુષ્યો પોતાની મર્યાદાઓ ઓળંગી અને પોતાના અંતિમ ક્ષમતાએ પહોંચી શકે. આદિયોગીની તકો વ્યક્તિગત પરિવર્તન માટેના સાધનો છે, કારણ કે વ્યક્તિગત પરિવર્તન એ જ વિશ્વને પરિવર્તિત કરવાનો એક માત્ર રસ્તો છે. તેમનો મૂળભૂત સંદેશ એ છે કે માનવ સુખાકારી અને મુક્તિ માટે "આપણે અંદરની તરફ વળીએ તે એક માત્ર રસ્તો છે."
આદિયોગીએ હજારો વર્ષો પૂર્વે માનવતાને જે પરિવર્તન માટેના સાધનો આપ્યા છે તે આજે માત્ર સુસંગત જ નહીં પણ આવશ્યક છે. ઈશા યોગ કેન્દ્રમાં 112 ફૂટના આદિયોગીનો ચહેરો બધા માટે એક શક્તિશાળી રીતે યાદ અપાવે છે અને પ્રેરણા આપે છે.
રજીસ્ટ્રેશન કરાવનાર કોઈપણ વ્યક્તિ રૂદ્રાક્ષ દીક્ષામાં ભાગ લઈ શકે છે.
મહેરબાની કરીને એવી જગ્યાએ બેસો જ્યાં તમને શારીરિક ખલેલ ન થાય. દીવો પ્રગટાવવો અને હળવું પેટ જાળવવું તે અનુકૂળ રહેશે.
હા. તમે દીક્ષા સેશનમાં ભાગ લઈ શકો છો અને સદ્ગુરુ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી શકો છો.
કૃપા કરીને દીક્ષા સેશનમાં ભાગ લો અને સદ્ગુરુ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
હા, તેઓ હાજરી આપી શકે છે.
હા. જો તમે રુદ્રાક્ષ દીક્ષા માટે પહેલાથી જ રજીસ્ટર કરાવ્યું હોય, તો તમે ઈશાના કોઈપણ કાર્યક્રમ કર્યા વિના પણ દીક્ષામાં હાજરી આપી શકો છો. આવી કોઈ પૂર્વજરૂરીયાતો નથી. સદ્ગુરુની સ્વપ્ન દરેકને એક ટીપું આધ્યાત્મિકતા આપવાનું છે. કોઈપણ ઈચ્છુક વ્યક્તિ માટે રુદ્રાક્ષ દીક્ષા ઉપલબ્ધ છે.
પ્રોગ્રામની પ્રકૃતિના કારણે, કૃપા કરીને તેને અન્ય લોકોને શીખવશો નહીં. તે એક ચોક્કસ દીક્ષા પ્રક્રિયા છે. જે યોગ્ય સ્ત્રોતમાંથી અભ્યાસ શીખવો મહત્વનું છે.
દીક્ષા સેશનમાં હાજરી આપવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે. તે ખરેખર સહાયક રહેશે.
હા. મહેરબાની કરીને એવી જગ્યા પસંદ કરો કે જ્યાં તમને સાધના દરમિયાન શારીરિક રીતે ખલેલ ન પડે.
કાર્યક્રમ માટે પેટ હળવું રાખવું શ્રેષ્ઠ રહેશે [એક સંપૂર્ણ ભોજન પછી ૨.૫ કલાકનું અંતર].
મહત્તમ લાભ મેળવવા માટે હંમેશા રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક છે. પરંતુ જો તમે અમુક પ્રસંગોએ તેને કાઢવા માંગતા હોવ, તો તમે તેમ કરી શકો છો. જો તમે સ્નાન માટે ગરમ પાણી અથવા રાસાયણિક સાબુ/શેમ્પૂનો ઉપયોગ કરો છો, તો કૃપા કરીને તેને સ્નાન કરતી વખતે પહેરશો નહીં કારણ કે રૂદ્રાક્ષની પ્રકૃતિ બરડ છે. અન્યથા, કોઈ પ્રતિબંધ નથી.
તમે સાધના કરવાનું ચાલુ રાખી શકો છો. જો કે, અમે સૂચન કરીએ છીએ કે તમે ક્ષતિગ્રસ્ત રૂદ્રાક્ષને નદી/વહેતા પાણીમાં પધરાવી દો અથવા તેને ભીની જમીનમાં દાટી દો કેમકે તે ક્ષતિગ્રસ્ત રુદ્રાક્ષ પહેરવા/ઉપયોગ કરવા માટે અનુકૂળ નથી.
કાર્યક્રમ માટે પેટ હળવું રાખવું શ્રેષ્ઠ રહેશે [એક સંપૂર્ણ ભોજન પછી ૨.૫ કલાકનું અંતર]
તમે સાધના કરવાનું ચાલુ રાખી શકો છો. જો કે, અમે સૂચન કરીએ છીએ કે તમે ક્ષતિગ્રસ્ત રૂદ્રાક્ષને નદી/વહેતા પાણીમાં પધરાવી દો અથવા તેને ભીની જમીનમાં દાટી દો કેમકે તે ક્ષતિગ્રસ્ત રુદ્રાક્ષ પહેરવા/ઉપયોગ કરવા માટે અનુકૂળ નથી.
તમે એવી કોઈપણ જગ્યાએ પ્રેક્ટિસ કરી શકો છો જ્યાં તમને શારીરિક રીતે ખલેલ ન પડે.
દરેક સમયે રુદ્રાક્ષને પહેરેલું રાખવું ખૂબ જ ફાયદાકારક છે કેમકે તેના ઘણા લાભ છે. જો તે શક્ય ન હોય તો, તમે તેને પૂજા રૂમમાં રાખી શકો છો. દીક્ષામાં હાજર રહેવું અને સદ્ગુરુ દ્વારા માર્ગદર્શન મુજબ સાધનાનું પાલન કરવું શ્રેષ્ઠ છે.
તેનાથી કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. જો કે, સાધના કરવી ફાયદાકારક છે અને વ્યક્તિની સુખાકારી માટે અનુકૂળ છે તથા તે વ્યક્તિની આધ્યાત્મિક યાત્રા માટે એક મોટો આધાર છે.
સાધના એ આંતરિક પ્રક્રિયા છે. તે બીજાઓ દ્વારા કરી શકાય તેવી કોઈ વિધિ નથી. સાધના હંમેશા પોતાના દ્વારા કરવામાં આવે છે. જેઓ સાધના કરે છે તેમને લાભ થશે.
હા. દીક્ષામાં હાજરી આપવા અને/અથવા સાધના કરવા માટે કોઈ આહાર નિયંત્રણો નથી. તેમ છતાં તેના માટે પેટની સ્થિતિ હળવી જાળવવી અનુકૂળ રહેશે.
હા.
હા, દીક્ષામાં હાજરી આપવી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે વ્યક્તિની સાધનાને તીવ્ર બનાવવામાં પણ મદદરૂપ થશે.
હા.
ના, તે તરત જ પહેરી શકાય છે. તે આશ્રમ દ્વારા પહેલેથી જ કન્ડિશન કરાયેલો છે.
હા, તમે હજુ પણ આ રુદ્રાક્ષને તમે પહેરેલા રુદ્રાક્ષની સાથે પહેરી શકો છો.
હા, દીક્ષા વખતે પાછલા વર્ષના રુદ્રાક્ષની છૂટ છે
મહાશિવરાત્રી દરમિયાન લાખો ભક્તોને રૂદ્રાક્ષ દીક્ષા અર્પણ કરવામાં આવે છે. મોટા જથ્થાને ધ્યાનમાં લેતા તમારા પેકેજને મોકલવામાં થોડા મહિના લાગી શકે છે.
અમે તમારા સહકાર અને સમજણની માંગી કરીએ છીએ. મહેરબાની કરીને નોંધ કરો કે તેને ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
ડિલિવરીની સંખ્યા નોંધપાત્ર રીતે મોટી હોવાથી, અમે તમને કૃપા કરીને ધીરજ રાખવા અને તમારા કન્સાઇનમેન્ટને ટ્રેક કરતા રહેવા માટે વિનંતી કરીએ છીએ.
રુદ્રાક્ષ મળતા જ તેને કન્ડિશન કરવાની જરૂર નથી કેમકે તે પહેલેથી જ કન્ડિશન કરાયેલું છે. તમે દર ૬ મહિને રૂદ્રાક્ષને ૨૪ કલાક ઘીમાં અને પછીના ૨૪ કલાક દૂધમાં રાખીને કન્ડિશન કરી શકો છો. પછી સાદા પાણીથી ધોઈ લો અને પહેરો.
આવી કોઈ શરતો નથી. આ રુદ્રાક્ષ તમારા ગળામાં અન્ય રુદ્રાક્ષની સાથે પહેરી શકાય છે. તેને પહેરતા પહેલા કોઈપણ ધાર્મિક વિધિનું પાલન કરવાની જરૂર નથી કારણ કે તે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા દ્વારા પહેલેથી જ પવિત્ર કરેલું છે.
આ રીતે તમે રૂદ્રાક્ષની સંભાળ રાખી શકો છો.
o દર ૬ મહિને, રૂદ્રાક્ષને ફાટતા અટકાવવા માટે, તમે તેને ૨૪ કલાક ઘીમાં અને પછીના ૨૪ કલાક દૂધમાં રાખી શકો છો. કન્ડિશનિંગ કર્યા પછી, તમે તેને સાદા પાણીથી ધોઈ શકો છો અને તેને પહેરી શકો છો.
o તેને કોઈપણ પ્રકારના કેમિકલથી દૂર રાખવું.
o સ્નાન દરમિયાન, જો તમે કોઈ રાસાયણિક સાબુ અથવા ટોયલેટરીનો ઉપયોગ કરો છો, તો કૃપા કરીને રુદ્રાક્ષને કાઢીને તેને સ્વચ્છ સફેદ કપડા પર રાખો (પ્રાધાન્યરૂપે કુદરતી બનાવટના).
રુદ્રાક્ષને શુદ્ધ રંગાયા વગરના સુતરાઉ અથવા કાચા રેશમમાંથી બનાવેલા દોરાથી બાંધીને ગળામાં પહેરવો જોઈએ. તે તાંબા, ચાંદી અથવા સોનાની ચેન સાથે પણ પહેરી શકાય છે, પરંતુ ખાતરી કરો કે તમે રુદ્રાક્ષને કાપો નહીં અથવા વાયરને ચુસ્તપણે બાંધો નહીં કારણ કે તે રુદ્રાક્ષને નુકસાન પહોંચાડી શકે છે અથવા તે ફાટી શકે છે. પેકેજમાં રૂદ્રાક્ષનો દોરો સામેલ છે. કૃપા કરીને આગલા પ્રશ્નનો સંદર્ભ લો.
પેકેજમાં 2 જુદા જુદા દોરા છે:
રુદ્રાક્ષને પહેરવા માટે ટૂંકા દોરાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેને તમારા ગળામાં પહેરી શકાય.
લાંબો દોરો એ અભય સૂત્ર છે, જે શંકા અને ભયને દૂર કરવા માટેનો પવિત્ર કરાયેલો દોરો છે. અભય સૂત્ર ઓછામાં ઓછા એક મંડળ (૪૮ દિવસ) માટે પહેરવું જોઈએ અને સામાન્ય રીતે ત્રણથી ચાર મહિના સુધી અસરકારક રહેશે. તમે આ સૂત્રને તમારી ઘડિયાળ અથવા અન્ય ઘરેણાં સાથે પહેરી શકો છો અને જ્યાં સુધી તે ચાલે ત્યાં સુધી રાખી શકો છો.
તેને કાઢવા માટે, તમે અભય સૂત્રને છોડી શકો છો અથવા બાળીને ખોલી શકો છો. અભય સૂત્રને ક્યારેય કાપવું જોઈએ નહીં.
તમે સૂત્રનો નિકાલ નીચેનામાંથી કોઈ એક રીતે કરી શકો છો:
તેને ફૂલ કે ફળવાળા ઝાડની ડાળી પર બાંધો.
તેને ઝાડ અથવા છોડની નીચે, જ્યાં માટી ભીની હોય દાટી દો.
તેને બાળીને, તેની રાખ તમારા વિશુદ્ધિ ચક્ર (ગળાના ખાડા)થી અનાહત ચક્ર સુધી (સૂર્ય નાડીની બરાબર નીચે) લગાવો.
જો તમે અમારી વેબસાઇટ દ્વારા તમારી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હશે, તો તમને તમારા રજીસ્ટ્રેશનની પુષ્ટિ કરતો SMS પ્રાપ્ત થશે. જો તમને મેસેજ મળ્યો છે, તો તેનો અર્થ એ છે કે તમે રુદ્રાક્ષ દીક્ષા માટે રજીસ્ટર થયેલા છો અને તમને પેકેજ મળશે.
જો તમે રજીસ્ટર કરાવ્યું હોય પરંતુ SMS પ્રાપ્ત ન થયો હોય, તો કૃપા કરીને અમને તમારા રજીસ્ટ્રેશનની માહિતી આપવા માટે ઇમેઇલ અથવા ફોન દ્વારા અમારો સંપર્ક કરો અને અમે તમારો સંપર્ક કરીશું.
રુદ્રાક્ષ દીક્ષા પ્રત્યેના તમારા દાન અને સમર્થન બદલ આભાર. જેમ તમે જાણો છો, રુદ્રાક્ષ દીક્ષા એ દરેક વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિકતાનું એક ટીપું લાવવા માટે સદ્ગુરુ તરફથી આપવામાં આવેલુ અર્પણ છે. તમારા જેવા દાતાઓને કારણે, અમે બીજા ઘણા લોકોને આ અર્પણ વિના મૂલ્યે આપી શક્યા છીએ. જો તમે દાન કર્યું હોય તો પણ પેકેજ મેળવવા માટે રૂદ્રાક્ષ દીક્ષા માટે નોંધણી કરાવવી જરૂરી છે.